તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં સોસાયટીમાં ઘૂસી મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની લૂંટ કરાઇ

મોડાસામાં સોસાયટીમાં ઘૂસી મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની લૂંટ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનીઉમીયા ટાઉનશીપની એક મહિલાના ગળામાંથી સાડા ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર તોડી બે યુવકો બાઇક ઉપર ભાગી છુટતાં ચકચાર મચી હતી. શુક્રવારે ડીપી રોડ પર પણ આવી ઘટના બની હતી, જોકે ચોરો તેમાં નિષ્ફળ રહ્યા હતા. સતત બીજા દિવસે આવી ઘટના બનતાં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે.

મૂળ નહેરૂકંપાના જયંતીભાઇ દેવસીભાઇ પટેલ મોડાસાની ઉમીયા ટાઉનશીપમાં ફલેટ નંબર-102માં રહે છે. શનિવારે વિષ્ણુપુરાકંપા ગામે સામાજિક પ્રસંગ હાજરી આપવા ગયેલ આધેડ દંપતી બપોરે 2 કલાકે લકઝરી બસમાં પરત ફરતાં તેમને લેવા પુત્ર પ્રકાશભાઇએ માલપુર રોડ ઉપર ઝાયકા હોટલ પાસે કાર મોકલી હતી. પુષ્પાબેન ફ્લેટમાં કારમાંથી ઉતરી સીડી ચડી રહયા હતા તે દરમ્યાન કારનો પીછો કરી બાઇક લઇ આવી ચડેલા બે યુવકોમાંથી પાછળ બેઠેલા યુવકે દોડીને પુષ્પાબેનના ગળામાં પહેરેલું સાડા ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર તોડી નાખી બંને યુવકો બાઇક લઇ ભાગી છુટયા હતા.

બનાવની ફરિયાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.

ચેન સ્નેચરો સીસીટીવી ફૂટેજમાં કેદ

કારનોપીછો કરી બાઇક ઉપર ઉમીયા ટાઉનશીપમાં આવી પહોંચેલા હોન્ડા બાઇક સવાર ચેન સ્નેચરો માંથી બાઇક ચાલકે આછા ગ્રીન કલરનું લાઇનીંગ વાળું શર્ટ પહેર્યું હોવાનું અને જે હટ્ટાકટ્ટા યુવકે મંગળસૂત્ર તોડયુ હતું તે બાઇક સવાર યુવકે ડબલ કલરનો શર્ટ પહેર્યો હોવાનું સીસીટીવી ફુટેજમાં જણાઇ આવ્યું હતું.

માર્ગ ઉપરની રેકડીઓ અને ગલ્લા ઉપર નિયંત્રણ મૂકવા માંગ

મોડાસાનગરના મુખ્યમાર્ગ ઉપરના સર્કલ નજીક માર્ગ ઉપરના ફુટપાથ નજીક કેટલાક ઇસમોએ ચા ની રેકડીઓ, પાન ના ગલ્લા કે શાકભાજી ની લારીઓ ઉભી રાખી દબાણ કર્યું છે. ચોકડી ઉપરના આવા સ્થળોએ કેટલાક અસામાજિક તત્વો બેસી શીકાર ની રાહ જોતો હોવાનું કેટલાક ગુનાઓ ઉપરથી જણાઇ આવ્યું છે. શનીવારે બનેલા ચેન સ્નેચીંગના ગુનામાં ચેન સ્નેચરોએ ઝાયકા હોટલ ઉપરના સર્કલથી પીછો કર્યો હોવાનું જણાઇ આવતાં આવા માર્ગ ઉપર સર્કલો ઉપરની ચા ની લારીઓ, પાન ના ગલ્લાઓ, નાસ્તાની રેકડીઓ ઉપર નિયંત્રણ લાદવા માંગ વર્તાઇ હતી.

કલાક મીનીટ સેકન્ડ (ઘટના કેવી રીતે બની)

1410 17 કાર આવી ઉભી રહી જેમાંથી દંપતી ઉતર્યું.

14 10 20 બાઇક ઉપર ચેન સ્નેચરો આવી પહોંચ્યા

14 10 22 બંને યુવકો બાઇક લઇ કાર પાસે ઉભા રહ્યાં

14 11 21 ચેન સ્નેચીંગ કરી બંને ભાગી છુટયા.

અન્ય સમાચારો પણ છે...