તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા 4 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

અરવલ્લીમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા 4 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજીલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ચોરી, દારૂની હેરાફેરી અને દુષ્કર્મ જેવા ગુનાઓ આચરી નાસ્તા ફરતા 4 વોન્ટેડ આરોપીઓને જીલ્લા એલસીબી ટીમે ઝડપી હવાલાતે કર્યા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક કે.એન.ડામોરે જીલ્લામાં કાયદો-વ્યવસ્થા ની સ્થિતિ જળવાઇ રહે તેથી ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા આદેશો કર્યા હતા. જીલ્લા એલસીબી ઇન્સ્પેકટર રવિ બારોટ સહિતની ટીમે જુદાજુદા સમયે અને જુદાજુદા સ્થળે ગોઠવાયેલ ર્વાચમાં ચાર વોન્ટેડ આરોપીઓ ને ઝડપી પાડી હવાલાતે કર્યા હતા.

માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન નો ગુનો આચરી નાસ્તા ફરતા પરપ્રાંતીય ભરત સોમાભાઇ ડામોર, અને કિરણ કાળુભાઇ પટેલનાઓને એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. જયારે અજય વાઘેલાને મોડાસા બસ સ્ટેન્ડ એરીયા માંથી અને બળાત્કાર ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિતેશ કાળાભાઇ પટેલીયાને મોડાસાની માજુમ નદીના બ્રીજ પાસેથી ઝડપી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...