તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • હુમલામાં ઘવાયેલા મોડાસાના વેપારીને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલામાં ઘવાયેલા મોડાસાના વેપારીને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતબુધવારના રોજ મોડાસા નગરમાં દલીત સમાજ દ્વારા રેલી યોજાઇ હતી. રેલી દરમ્યાન કેટલાક અસમાજિક તત્વોએ દુકાનો બંધ કરાવવાના મુદે વેપારીઓ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક વેપારીની તબીયત લથડતાં હાયર ટ્રીટમેન્ટ માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ દુકાનો બંધ કરાવવા બુધવાર ના રોજ એક અસામાજિક તત્વોનું ટોળું ઘુસી આવ્યું હતું. દુકાનો બંધ કરાવી રહેલા શખ્શોને વેપારીઓએ ..અનુસંધાન8 પર

હુમલામાં ઘવાયેલા

તોડફોડકરતાં અટકાવતાં ઉશ્કેરાયેલા શખ્શોએ વેપારીઓ ઉપર લાકડીઓથી હુમલો કરી દીધો હતો. હુમલામાં હની એજન્સીના હિતેન્દ્રભાઇ જોષી અને રામદેવ ઇલેકટ્રોનીકસ ના હિતેન્દ્રસિંહ પુરોહિત સહિતના વેપારીઓ અને નીલકંઠ નામનો એક વ્યકિત ઘવાતાં મોડાસાની સાર્વજનીક હોસ્પીટલમાં ખસેડાયા હતા. સખત મારથી ગંભીર રીતે ઘવાયેલા હિતેન્દ્રભાઇ જોષીને માથાના ભાગે પહોંચેલી ગંભીર ઇજાઓને કારણે તાબડતોડ વેપારીને અમદાવાદ વાડીલાલ સારાભાઇ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ ગુરૂવારના રોજ વેપારીની તબીયડ લથડતાં તેઓને તાબડતોડ હાયર ટ્રીટમેન્ટ માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો