તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અણસોલ ગામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : રૂા.1.70 લાખની મત્તા ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણસોલ ગામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : રૂા.1.70 લાખની મત્તા ચોરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજીનજીક આવેલા અણસોલ ગામે બુધવારે રાત્રે ગામના એક પટેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. ચોરોએ મકાનના છત ઉપરનો દરવાજો તોડી ઘરમાંથી કેટલાક સોનાના દાગીના તેમજ રૂા.4 હજાર રોકડ મળી રૂા.1.70 લાખની મત્તાની ચોરી કરી ભાગી છુટયા હતા. બનાવ અંગે ગુરૂવારે મકાન માલિકને ખબર પડતા શામળાજી પોલીસને જાણ કરી હતી. જે આધારે પોલીસે અજાણ્યા ચોર શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી નજીક આવેલા અણસોલ ગામે રહેતા ભરતભાઇ કાન્તીભાઇ પટેલ તેઓનું મકાન બંધ કરી બુધવારે મોડાસા ખાતેના મકાને ગયા હતા.દરમિયાન બુધવારે રાત્રે તેઓના અણસોલ ખાતેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મકાનના ધાબા ઉપરનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ. .અનુસંધાન8 પર

અણસોલ ગામના

મકાનનાબધા રૂમોમાં મુકેલા કબાટો તેમજ તિજોરી તોડી તેમાંથી અંદાજે રૂા.1.76 લાખના સોનાના દાગીના તેમજ રોકડ રકમ રૂા.4 હજાર મળી રૂા.1.70 લાખના મુદા્માલની ચોરી કરી ભાગી છુટયા હતા. બનાવ અંગે ગુરૂવારે ભરતભાઇ પરત ઘરે આવતા ચોરી થઇ હોવાનું જણાયું હતું. ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને બનાવ અંગે શામળાજી પોલીસને જાણ કરી હતી. જે આધારે શામળાજી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કર્યા બાદ પી.એસ.આઇ. વાય.જે.રાઠોડે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો