તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર વાહન ચોર ઝડપી પડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર વાહન ચોર ઝડપી પડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા, મેઘરજ

બેમાસ પૂર્વે મેઘરજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પીએસઓને થાપ આપી ભાગી છૂટેલ વાહનચોરને જિલ્લા એલસીબી પોલીસે મોડાસા ખાતેથી ઝડપી પાડી મેઘરજ પોલીસને હવાલે કર્યો હતો.

પંથકમાંથી મોટાપાયે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ નામચીન આરોપી ફિરોજ શેખ બાલાશીનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાતા નડીયાદ ખાતેની સબજેલમાં રખાયો હતો. આરોપીએ મેઘરજ વિસ્તારમાંથી કેટલાક વાહનો ચોર્યા હોવાની કબૂલાત કરતાં મેઘરજ પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે મેળવી વધુ તપાસ અર્થે પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખ્યો હતો. ગત તા.19/5/2016 ના રોજ ઝડપાયેલ આરોપી મૂળ મેઘરજ ગામનો રહેવાસી હોઇ તેના પિતા યુસુફભાઇ અનવરભાઇ શેખ કેદી માટે ચા લઇ આવતાં ફરજ ઉપરના પીએસઓ જયંતિભાઇ વણકરે પોસઇની મંજૂરી વગર કેદીને હવાલાતમાંથી બહાર કાઢતાં આરોપી ફીરોજ શેખ કુદરતી હાજતને બહાને પોલીસને થાપ આપી ભાગી ગયો હતો. અને પીએસઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

..અનુસંધાન8 પર

પોલીસ સ્ટેશનની

છેલ્લાબે માસથી નાસ્તો ફરતો આરોપી મોડાસા આવવાનો હોવાની બાતમી જિલ્લા એલસીબી ઇન્સ્પેકટર પ્રહલાદસિંહ પરમારને મળતાં પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આરોપી ફીરોજ શેખ બસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં એલસીબી ટીમે છાપો મારી દબોચી દીધો હતો આમ પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટેલ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી હતી. અને ઝડપી લેવાયેલ આરોપીને મેઘરજ પોલીસને હવાલે કરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરના કે જેલમાંથી ફરાર કેદીઓને ઝડપી લેવા ગૃહ વિભાગ, પોલીસ મહાનિર્દેશક, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે મહાનિર્દેશકનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ વિશેષ ઝૂંબેશ અંતગર્ત વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે.

મેઘરજ પીએસઓની બેદરકારી કે તંત્રની લાપરવાહી અંગે તપાસ કરાવો (બોકસ)

કુખ્યાત વાહનચોર ફીરોજ શેખ પોલીસને થાપ આપી હવાલાતમાંથી ભાગી છુટતાં પંથકમાં ચકચાર મચી હતી. ઘટના બાદ ફરજમાં બેદરકારી દાખવનાર પીએસઓને સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ તંત્રની લાપરવાહી ઉપર ખાસ ધ્યાન અપાયું હતું. ઘટના વેળાએ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ હતા, લોકઅપના ટોયેલટમાં પાણી આવતુ હોઇ આરોપીને બહાર કઢાયો હતો. લાપરવાહીના મુદે પોલીસ વડા દ્વારા ન્યાયિક તપાસ હાથ ઘરાય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો