તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ખીલોડા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું

ખીલોડા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઠાકોર સેના દ્વારા આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભ અંતર્ગત રવિવારે શામળાજી નજીકના ખીલોડા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી દ્વારા ખીલોડા ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લાના ઠાકોર સેના પ્રમુખ તેમજ અન્ય હોદે્દારો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

શામળાજી નજીક આવેલા ખીલોડા ખાતે રવિવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભ અંતર્ગત ઠાકોર સેનાનું એક સંમેલન યોજાયું હતું. જેમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિહ (રાજભા), સંજયજી ઠાકોર તેમજ ..અનુસંધાન8 પર

ખીલોડા ખાતે

મહામંત્રીશંકરસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે બોલતા રાજેન્દ્રસિહ (રાજભા) જણાવ્યું હતું કે ઠાકોર સમાજ આજેપણ ગુલામી હેઠળ જીવી રહ્યો છે ત્યારે સમાજ સંગઠિત થઇ શક્તિશાળી બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. સમાજમાં દારૂની બદીને કારણે ગંભીર પ્રકારની બિમારીઓ થતાં કેટલાય કુંટુંબો બરબાદ થાય છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ પણ વધે તે જરૂરી છે.

રેવન્યુતલાટીની

બંદોબસ્તવચ્ચે યોજાયેલી પરીક્ષા બાદ પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર આવેલા કેટલાય પરીક્ષાર્થી ઉમેદવારોએ પેપર બહુ લેન્ધી હોવાનું જણાવ્યું હતું.

મોડાસા ખાતેના સર્વોદય હાઇસ્કુલ અને મોડાસા હાઇસ્કુલના પરીક્ષા કેન્દ્રોમાંથી નીકળતા ઉમેદવારોના જણાવ્યા મુજબ ઘણા ખરા પ્રશ્નો લાંબા લચાક હતા તેવા પ્રશ્નો વાંચી-સમજી તેનો જવાબ લખતાં સમય ઓછો પડયો હતો. કેટલાક ઉમેદવારોને તો પાછળના કેટલાક પ્રશ્નો વાંચવાનો સમય મળ્યો હોઇ 15 થી 20 પ્રશ્નો છોડી દેવા પડયા હોવાનું અને 60 મીનીટ માં લેન્ધી જણાતા 100 પ્રશ્નોના જવાબ લખવાનું અધરૂ પડયું હોવાનું જણાવ્યું હતું.

તલાટી પરીક્ષાની રીસીપ્ટોમાં તાલુકો બદલાયો શીણોલ :- રેવન્યુ તલાટી પરીક્ષાના શીણોલ હાઇસ્કુલના કેન્દ્રના 20 બ્લોકમાં 466 ઉમેદવારો પરીક્ષા આપી હતી. ઉમેદવારોને અપાયેલ રીસીપ્ટમાં તાલુકા સ્થળ ધનસુરાને બદલે મોડાસા લખાયેલ માલુમ પડતાં ગૌણ સેવા પસંદગી મંડળની કાર્ય પધ્ધતિ સામે પ્રશ્નો સર્જાયા હતા. જે પસંદગી મંડળ સાચો તાલુકા પણ લખી શકતું નથી તેવા મંડળ દ્વારા કેવી ભરતી કરાશે એવી કટાક્ષમય ટીપ્પણી લોકો કરી રહયા હતા.

શામળાજી નજીકના ખીલોડા ગામે ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયુ હતું. } વિપુલ રણા

અન્ય સમાચારો પણ છે...