તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોડાસામાં ખેલમહાકુંભનો વિધિવત પ્રારંભ

મોડાસામાં ખેલમહાકુંભનો વિધિવત પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ખેલ મહાકુંભનો ઉદ્દઘાટન સમારોહ સરસ્વતી વિદ્યાલય મોડાસામાં યોજાયો હતો. નગરપાલિકા કક્ષાની શૂટિંગબોલ, તાલુકા કક્ષાની યોગાસન, જિલ્લા કક્ષાની લોન ટેનિસ સર્વોદય હાઇસ્કૂલમાં અને બેડમિંગ્ટન સ્પર્ધા ર્ડાકટર હાઉસ ગેબી ખાતે યોજાઇ હતી. સમારંભમાં મામલતદાર વિશાલ સકસેના, ઉમા કેળવણી મંડળના મંત્રી હંસરાજભાઇ, નગરપાલિકા પ્રમુખ એસ.આર.પટેલ, ચીફ ઓફીસર એલ.બી.દેસાઇ, ઉપપ્રમુખ જસવંતભાઇ શાહ, બીટ નિરીક્ષક ઇશ્વરભાઇ પટેલ, બીઆરસી દિનેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. ઉપસ્થિતોએ સ્વચ્છત અંગે શપથ લીધા હતા. કન્વીનર કમલેશભાઇ જોષી, રમેશભાઇ ચૌધરીએ કાર્યક્રમનું સંકલન કર્યુ હતું.