Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા બાયપાસ પર પલટેલી જીપમાંથી 10 પેટી દારૂના જપ્ત કર્યો
મોડાસાનાબાયપાસ માર્ગ ઉપરથી પસાર થતી વિદેશી દારુ ભરેલ જીપના ચાલકે સર્જેલા અકસ્માતમાં જીપ પલ્ટી જતાં માર્ગ ઉપર દારૂનો જથ્થો વિખરાયો હતો. અકસ્માતમાં જીપમાં ભરેલ મોટાભાગનો દારૂનો નાશ પામ્યો હોઇ બચી ગયેલા રૂપિયા 4200ની કીંમતનો જથ્થો કબ્જે કરી મૃત ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
ગત શનીવારના રોજ શામળાજી તરફથી આવતી ટાટા સુમો જીપ નં. જી.જે.2 બીડી 8366 ના ચાલકે બેફામપણે જીપ હંકારી અકસ્માત સર્જયો હતો. મોડાસા બાયપાસ માર્ગના ડીવાઇડર તોડી રોંગ સાઇડે ઘૂસેલી જીપ પલ્ટી જતાં અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો માર્ગ ઉપર વીખરાતાં મોટાપાયે મચેલી તૂટ-ફુટ થી દારૂ વહેતો થયો હતો. જયારે કેટલીક બોટલો લોકો લૂંટી ગયા હતા. અકમાસ્તમાં જીપ ચાલકનું મોત નીપજયું હતું. ઘટના સ્થળે પહોંચેલી ટાઉન પોલીસે બચેલા દારૂના જથ્થાને કબ્જો લીધો હતો.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોસઇ સી.બી.ચૌહાણ ના જણાવ્યા મુજબ જીપમાં ભરી લઇ જવાતો આશરે રૂપિયા 36000ની કીંમતના 10 પેટી દારૂના ..અનુસંાધાન8 પર
મોડાસા બાયપાસ
જથ્થામાંથીમોટાભાગનો જથ્થો નાશ પામ્યો હતો. જયારે પોલીસે રૂ. 4200/- ની કીંમતની અંદાજે દોઢ પેટી જથ્થો કબ્જે કર્યો હતો.
અકસ્માતમાં જીપ ચાલક દશરથ બદાજી ગામેતી ઉ.વ. 23 રહે.રેંટેડા, પો.પાટીયા, તા.ખેરવાડા(ઉદેપુર)નાઓનું મોત નીપજયું હતું. જયારે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ મૃતકના પરિવારજનોને લાશનો કબ્જો સોંપી દેવાયો હતો.
જીતપુરકંપાથીમોટા
વિકાસઅધિકારી સમક્ષ રજુઆત કરી હતી. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર કે.કે.પટેલે નોટીસ આપ્યા બાદ સોમવારે સાધન સામગ્રી સાથે સ્થળ પર આવી માટીના પાળા દૂર કર્યા હતા અને પાંચેય ખેડૂતો વિરૂધ્ધ રેવન્યુ રાહે કામગીરી કરી હતી.
વિજયનગરસરકારી
આવ-જાકરવી પડતી હોઈ તંત્ર દ્વારા કીચડ હટાવી જવા-આવવા જેટલો માર્ગ નીકળે તેવી અમારી માંગણી છે. સાથે રસ્તા પર સ્થાનિક રહીશો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જે દબાણ હટાવી આર.સી.સી. રસ્તો બનાવવા આમારી માંગણી છે. જે અંગે ગ્રામ પંચાયત સૂત્રોનો સંપર્ક સાધતા જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
ગાંભોઇપંથકમાં
જોકેજીવાત માણસને કે ખેતીપાકને કોઇ નુકશાન કરતી નથી. જીવાત ગમે તે દિશા તરફ સતત દોડતી માર્ગ પર જોવા મળે છે. જયારે હજારોની સંખ્યામાં ઉપદ્રવ પામેલ જીવાત ઘરની અંદરના ખંડો અને રસોડાની દિવાલોમાં પોપડાની જેમ બાઝી ગયેલી નજરે પડે છે. જીવાત ચોમાસાના પ્રારંભના ભેજવાળા વાતાવરણમાં રાતોરાત પેદા થઇ રસ્તાઓ પર હજારોની સંખ્યામાં ચાલવા લાગે છે.
ખાસ કરીને ખેતરના ખરાબાની જમીન, વાડ અને ઉકરડા જેવા સ્થળોએ હજારોની માત્રામાં ઉપરા ઉપરી પડ જામેલા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઉપદ્રવ પામેલ જીવાતને ઘણા અંધશ્રધ્ધાળુ લોકો માતાજીનો પ્રકોપ પણ માનતા હોય છે અને જીવાતથી બચવા શ્રધ્ધાળુ લોકો બાધા-આખડીઓ રાખીને પણ મન મનાવતા હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોના કમાનોમાં તેમજ જાહેર માર્ગો પર ઠેર ઠેર લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા આગોતરૂ આયોજન કરી યોગ્ય પગલા ભરે એમ ગ્રામ્ય પ્રજા ઇચ્છી રહી છે.