તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસામાં લાયન્સ પરિવારનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં લાયન્સ પરિવારનો શપથગ્રહણ સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વભરમાંજાણીતી લાયન્સ ઇન્ટરનેશનલ ની ડ્રીસ્ટ્રીક-323-બીના મોડાસા લાયન્સ પરીવારનો શપથગ્રહણ વિધી મોડાસા ખાતે પાસ્ટ ડીસ્ટ્રીક ગર્વનર ર્ડા.પ્રવિણકાન્ત દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

મોડાસાના બાયપાસ માર્ગ ઉપર આવેલ લેઉઆ પાટીદાર સમાજવાડી ખાતે યોજાયેલ શપથવિધીના ભવ્ય કાર્યક્રમ માં નવા વરાયેલા લાયન્સ પ્રમુખ લાયન્સ મનુભાઇ વી.પટેલ (માધવ),લાયોનેસ પ્રમુખ અન્નપૂર્ણા ડી.પંડયા અને લીઓ કેતુભાઇ એમ.શાહ ના નામની જાહેરાત સાથે ઉપસ્થિત અગ્રણીઓએ જાહેરાતને તાળીયોના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. તમામ હોદ્દેદારોને તેઓના હોદ્દાનું સન્માન રાખી સંસ્થા દ્વારા હાથ ધરાતા સેવા કાર્યોને વેગ આપવા, જરૂરી શપથ લેવડાવાયા હતા. શપથ ગ્રાહણ વિધી સમારોહમાં બાવન ગામ લેઉવા પાટીદાર સમાજ કાન્તિભાઇ બી.પટેલ, રીજીયનલ ચેરમેન રીઝન-6,નરેશભાઇ શાહ, સેન્ટેનીયલ કલબ કો-ઓર્ડીનેટર પ્રવિણભાઇ પરમાર, ડીસી કલબ એકટેન્શન કમલેશભાઇ પટેલ, પૂર્વ લાયન્સ પ્રમુખ સુરેશભાઇ પટેલ, ભાવેશભાઇ જયસ્વાલ, પ્રિયંક પટેલ, એલ એન્ડ ટી ના આર.ઓ.મેનેજર પ્રજ્ઞેશભાઇ શર્મા સહિત ઉપસ્થિત રહયા હતા.

પંથકમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલ જાણીતા ઇજનેર મનુભાઇ પટેલની લાયન્સ પ્રમુખ પદે થયેલી વરણીને અગ્રણીઓએ વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો