તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રાની બેગમાંથી મોબાઇલ ચોરતો યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાકોલેજ કેમ્પસમાં આવેલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાની બેગમાંથી મોબાઇલની ચોરી કરવાની કોશીશ કરતો યુવક ઝડપાઇ જતાં ચકચાર મચી હતી.

મોડાસા ખાતેની સર પીટી સાયન્સ કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ પોતાની પાસેની બેગ ખંડ બહાર મૂકી હતી. જેમાં છાત્રા ડીમ્પલબેન અમૃતભાઇ અસારી રહે. ગાયવાછરડા તા.મેઘરજની બેગમાંથી મોબાઇલની ચોરી કરવાની કોશીશ કરતાં યજ્ઞેશકુમાર પટેલ નામનો યુવકને છાત્રાએ જોઇ લેતાં યુવક વિરૂધ્ધ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ કરાઇ હતી. ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...