• Gujarati News
  • મેઢાસણ ગામની મહિલાને મારપીટ કરાઇ

મેઢાસણ ગામની મહિલાને મારપીટ કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસનામેઢાસણ ગામે સીમમાં લાકડા વીણતી મહિલાને બે શખ્સોએ માર મારી ઇજા પહોચાડી હતી.

મેઢાસણ ગામના સોનલ રાકેશભાઇ બારોટ ગામની સીમમાં લાકડાં વીણી રહયા હતા ત્યારે ગામના રાજુ પટેલ અને કલ્પેશ પટેલે અટકાવી તુ લાકડા કેમ વીણે છે આતો અમારા ખેતરના સેઢાનું ઝાડ છે એમ કહેતા સોનલબેને હું તો રોડ સાઇડના લાકડાં વીણું છું એમ કહેતા યુવકોએ બીભત્સ શબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપીમાં મહિલાના હાથમાં રહેલું દાતરડું યુવકોએ ઝૂંટવી લેતાં મહિલાના હાથે ઇજા પહોંચી હતી. સોનલબેન બારોટે રાજુભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલ વિરૂધ્ધ મોડાસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જિલ્લા એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી વી.એ. રાઠોડે વધુ તપાસ હાથ ધરી હતી.