• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • રેલ્લાવાડાથી દારૂ બીયરની બોટલો ઝબ્બે, 2 સામે ગુનો

રેલ્લાવાડાથી દારૂ-બીયરની બોટલો ઝબ્બે, 2 સામે ગુનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજતાલુકાના રેલ્લાવાડાની સીમમાં મોડાસા એસઓજીની ટીમે વિદેશી દારૂ બીયરની 222 બોટલો તથા બાઇક સાથે મુદ્દામાલ ઝડપી પાડી બે ઇસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેઘરજ તાલુકાના રેલ્લાવાડાની સીમમાંથી દોઢેક વાગ્યાના સુમારે મોડાસા એસઓજી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પ્રોહીબીશન પ્રતિબંધક એરીયામાં વરગ પાસ પરમીટે પોતાના કબ્જાની સ્પેલેન્ડર મોટર સાયકલ નં.જીજે 9 સીઓ 3058 ઉપર વિદેશી દારૂ ની બોટલો ,કવાટરીયા તથા બીયર ના ટીન બોટલો મળી કુલ 222 જેની કિંમત રૂ. 27000/- તથા મોટર સાયકલ કિંમત રૂ. 30,000 હજારની મળી કુલ રૂ. 57000 નો મુદ્દામાલ કબ્જે લઇ હુકમસિંહ રણજીતસિંહ જાડેજા અને દેવુસિંહ અરજણસિંહ જાડેજા રહે.કોલુન્દ્રા,તા. મેઘરજ, જી.અરવલ્લી નાઓ મુદ્દામાલ વેચાણ અર્થે લઇ આવતાં ઝડપાઇ જતાં પ્રોહીબીશન નો ગુનો નોંધી ઇસરી પોસ્ટે વધુ તપાસ હાથ ધરવા અર્થે સુચીપત્ર આપ્યું હતું.

મેઘરજના રેલ્લાવાડાની સીમમાંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો હતો. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...