તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડતાં ઠંડક

મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડતાં ઠંડક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાપંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી તડકો તથા અસહ્ય ઉકળાટ અને બાફથી લોકો પરસેવે રેબજેબ જોવા મળી રહયા હતા અને ભારે પરેશાની ભોગવી રહયા હતા. ત્યારે શનીવારના રોજ સાંજના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવતા હળવા વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડતાં વાતાવરણમાં સામાન્યત : ઠંડક પ્રસરી હતી. લોકોએ અસહ્ય ગરમીમાં ઠંડકનો અહેસાસ કર્યો હતો. વરસાદને કારણે મકાઇ અને કપાસ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.

મોડાસામાં અસહ્ય ગરમી,ઉકળાટ અને બફારા વચ્ચે શનિવારે સાંજે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...