• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં 8 મોબાઇલની દુકાનોમાંથી રૂપિયા 10 લાખના મોબાઇલ ઝડપ્યા

મોડાસામાં 8 મોબાઇલની દુકાનોમાંથી રૂપિયા 10 લાખના મોબાઇલ ઝડપ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાંબીલ વગરના મોબાઇલ તથા ચોરીના મોબાઇલ વેચવાનો ધંધો વિપુલ પ્રમાણમાં ફાલ્યો છે ત્યારે ગત શનીવારના રોજ મોડાસા એસ.ઓ.જી તથા એલ.સી.બીની ટીમે લક્ષ્મી શોંપીગ સેન્ટરના 8 દુકાનોમાં રેડ કરી રૂ.10,95,800ના મોબાઇલ ઝડપી લઇ 8 દુકાન ધારકો વિરુદ્ધ 41 (1) (ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ગુજરાતમાં મોડાસા ચોરીના અને બીલ વગરના મોબાઇલના વેચાણનુ હબ ગણવામાં આવે છે તો બીજી તરફ મોબાઇલના શોખીનો બ્રાન્ડેડ મોબાઇલ ખરીદવા છેક મોડાસા સુધી લાંબા થતા હોય છ. વેપલો છેલ્લા ઘણા સમયથી ચાલતો હોવાની વ્યાપક બુમરાડને પગલે ગત શનીવારે એસ.ઓ.જી તથા એલ.સી.બી વિભાગની ટીમે મોડાસાના બસ સ્ટેશન સામે આવેલા લક્ષ્મી શોંપીગ સેન્ટરમાં આવેલ મોબાઇલની 7 દુકાનો જેમાં એસ.એસ.મોબાઇલ,મનવા મોબાઇલ,ઓરીજનલ મોબાઇલ,વોઇસ મોબાઇલ,આર.એમ મોબાઇલ,ક્લાસીક મોબાઇલ,શુકન મોબાઇલ ,મોબાઇલ ગેલરી માં દરોડા પાડ્યા હતા દરમ્યાન દુકાનોમાં તપાસ હાથ ધરતા વેચાણ માટે રખાયેલ મોબાઇલના બીલની તપાસ હાથ ધરી હતી. જેમાં 8 દુકાનોમાંથી વેપારીઓ દ્વારા સંતોષકારક જવાબ મળતા રૂ. 10,95,800ના મોબાઇલ ઝડપી લીધા હતા. બાબતે એસ.ઓ.જી વિભાગે જણાવ્યુ હતુ કે, જે વેપારીઓ બીલ રજુ કરશે તેજ વેપારીઓને મોબાઇલ પરત કરાશે. અન્યથા બાકીના મોબાઇલ જપ્ત કરી વેપારીઓ સામે ગુનો નોંધી કાયરેસરની કાર્યવાહી હાથ ધરાશે. જોકે પોલીસ વિભાગની લાલ આંખ સામે બે નંબરના મોબાઇલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

કોના વિરુધ્ધ ગુનો

>મહંમદદ્દસમીર સુથાર

> તોફીક ઇશાકભાઇ મનવા

> જુનેદભાઇ સલીમભાઇ ખાનજી

> સરહાન મજીદભાઇ બાંડી

> તોફીકહુસેન સાબીરહુસેન કાજી

> મોહસીન ગુલામહુસેન શેખ

> સરફરાજ અબ્દુલસત્તાર ખાનજી

સાત શખસો વિરુદ્ધ 41 (1) (ડી) મુજબ કાર્યવાહી હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...