તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • શેરાપુરકંપાના ત્રણ રસ્તા નજીક દારૂ બીયરની 1500 બોટલ ટીન ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયું

શેરાપુરકંપાના ત્રણ રસ્તા નજીક દારૂ-બીયરની 1500 બોટલ ટીન ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીનજીક નાકાબંધી બાદ અન્ય માર્ગે પીકઅપ ડાલા દ્વારા ઘૂસાડવામાં આવી રહેલ રૂપિયા 2.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો મોડાસા રૂરલ પોલીસે શીણાવાડ નજીકથી ઝડપી પાડયો હતો.

ગત મંગળવારની સાંજે સીઆઇડી વિભાગને મળેલ બાતીમના આધારે શામળાજી નજીક ર્વાચ ગોઠવી હતી. નાકાબંધી દરમ્યાન રાજસ્થાનમાંથી મોટાપાયે ટ્રકોમાં દારૂ ભરી ઘૂસાડવામાં આવતાં ઝડપાયો હતો. સીઆઇડી પોલીસ ઇન્સ્પેકટર એસ.પી.કુંપાવત સહિતની ટીમે શામળાજી ઓવરબ્રીજ પાસેથી બે ટ્રક,એક આઇશર, અને અણસોલ નજીકથી એક ટ્રક કન્ટેલનર ઝડપી પાડયું હતું. જયારે પોલીસને થાપ આપી ભાગી છુટેલ ટ્રક કન્ટેઇનર નો પીછો કરી વાંટડા ટોલપ્લાઝા પાસેથી ઝડપી પડાયું હતું. મંગળવારની રાત્રે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સીઆઇડી પોલીસે રૂપિયા 20 લાખની કિંમતનો 29316 વિદેશી દારૂની બોટલો અં.કી. 49,70,400 નો જથ્થો કબ્જે કરાયો હતો. જયારે મોડાસા રૂરલ પોલીસે બુધવારે બપોરે 1.30 કલાકે શીણાવાડ ગામની સીમમાં હાથ ધરેલ પેટ્રોલીંગ દરમ્યાન શેરાપુરકંપા ત્રણ રસ્તા પાસેથી પસાર થતાં પીકઅપ ડાલાનો પીછો કરી દારૂ-બીયરની 1500 બોટલ ટીનનો જથ્થો ઝડપી પાડયો હતો.

રૂરલ પોસઇ આર.ડી.સગરે રૂા. 2,40,000ના દારૂના જથ્થા સહિત પીકઅપ ડાલા નં. જી.જે. 19 એક્સ 2460 5 લાખ રૂપિયા મળી કુલ 7,40,00 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...