તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • યુવકને માર મારવાના વિરોધમાં વડાગામમાં સજજ્ડ બંધ પળાયો

યુવકને માર મારવાના વિરોધમાં વડાગામમાં સજજ્ડ બંધ પળાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામમાંમાર્ગના નવીનકરણના કામમાં કરાયેલી ગેરરીતીઓના મુદ્દે કરાયેલ ફરીયાદ બાદ કોન્ટ્રાકટરના માણસોએ ગામના યુવકને માર મારતાં ગામમાં ભારે રોષ પ્રસર્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોઅે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

ધનસુરા તાલુકાના વડાગામ ખાતે હાઇવેથી ગામમાં જવાના માર્ગનું નવીનીકરણ હાથ ધરાયું હતું. સીસી રોડના કામમાં ગેરરીતીઓ આચરાઇ હોવાના કલેકટરને રજુઆત કરાઇ હતી. ત્યારે રવિવારના રોજ ધનસુરા-બાયડ માર્ગ ઉપરની એક હોટલ ઉપર કોન્ટ્રાકટરના માણસોએ ફરીયાદ કરનાર વડાગામના એક યુવકને માર મારતાં સામસામી ફરીયાદો નોંધાઇ હતી. વડાગામના અમરીશકુમાર રમેશચંદ્ર ગોર અને જીગરભાઇ નરેન્દ્રભાઇ પટેલ રહે.ધનસુરાના ઓએ ધનસુરા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરીયાદ બાદ પોલીસે ગુનો નોંધી પીન્ટુભાઇ પટેલ સહિત અન્ય બે ઇસમો તેમજ અમરીશભાઇ ગોર અને શીવાંગ જીજ્ઞેશભાઇ ગોર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

વડાગામના ગ્રામજનો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...