તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયલ ઢાંખરોલના મુખ્ય શિક્ષક,શિક્ષિકાની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાની બાયલ-ઢાંખરોલ પ્રા.શાળામાં ફરજ બજાવતા દક્ષાબેન વિ.પટેલ નામની શિક્ષિકા ગત તા.14 જૂલાઇએ શાળાની અન્ય શિક્ષિકા સાથે ઝઘડો કરતાં તા. 29 ઓગષ્ટે શિક્ષણાધિકારીને લેખિત ફરીયાદ કરાઇ હતી. ઝઘડા દરમ્યાન ઇજાગ્રસ્ત થયેલા હંસાબેનના પતિ અને આજ શાળાના શિક્ષક જયોતીન્દ્રભાઇ વ્યાસ દ્વારા કરાયેલ ફરીયાદના આધારે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શુભેન્દ્રસિંહ સીસોદીયા, જીલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા અને બીઆરસી દિનેશભાઇ પટેલ દ્વારા શાળાની મુલાકાત કરી તમામ શિક્ષકો સહિત મુખ્ય શિક્ષકના જવાબો મેળવાયા હતા.

પ્રકરણે જીલ્લા શિક્ષણાધિકારી બાયલ-ઢાંખરોલ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક રમણભાઇબી.રાઠોડની ધનસુરાની કોલવડા પ્રા.શાળામાં જયારે શાળાના ઉપશિક્ષક એવા દક્ષાબેન વી.પટેલની શીકા પ્રા.શાળામાં બદલીના કરી હતી.

બદલાયેલ શિક્ષકો

1. દક્ષાબેન વી.પટેલ

બદલી (શીકા પ્રા.શાળા,તા.ધનસુરા)

2. રમણભાઇ બી.રાઠોડ

બદલી (કોલવડા પ્રા.શાળા,ધનસુરા)

અન્ય સમાચારો પણ છે...