• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • લાયન્સ ક્લબ મોડાસા દ્વારા ખડોદના અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ આપ્યા

લાયન્સ ક્લબ મોડાસા દ્વારા ખડોદના અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ આપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : અરવલ્લીજિલ્લામાં સતત દિવસ ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લા સહિત મોડાસા તાલુકાના 20 થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા હતા . મોડાસા તાલુકાના ચાર દિવસ થી સંપર્ક વિહોણા બનેલા ખડોદા ગામમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી જતા અને વરસાદગ્રસ્ત વિસ્તારમાં શુક્રવારે મોડાસા લાયન્સ ક્લબ ના પ્રમુખ ભાવેશ જયસ્વાલ, ઝેડ.સી.એફ. પ્રવીણ પરમાર, લા.મનુ ભાઈ પટેલ,મંત્રી સુરેશ પટેલે 1000 ફૂડ પેકેટ જેમાં સુખડી,થેપલા,મસાલા પુરી,ચેવડો અને બિસ્કીટસ વહેંચવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...