મોડાસાના ઉમેદપુર ગામના યુવાનોએ વૃક્ષારોપણ કર્યું

DivyaBhaskar News Network

Jul 18, 2017, 04:20 AM IST
મોડાસાના ઉમેદપુર ગામના યુવાનોએ વૃક્ષારોપણ કર્યું
મોડાસા : ઉમેદપુર( દધાલિયા ) ગામે આવેલા પ્રવિત્ર ધામ ખંડુજી મહાદેવના મંદિરે ઉમેદપુર યુવા મંડળ દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નડી રહી છે, તેનાથી બચવાનો એક માત્ર વિકલ્પ વૃક્ષો છે. ત્યારે ઉમેદપુર ( દઘાલીયા )ના યુવાનો દ્વારા વૃક્ષા રોપણનું પવિત્ર કાર્ય કરવામાં આવ્યું હતું અને સમાજને ઉત્કૃષ્ટ રાહ ચીંધ્યો હતો. સમાજમાં જાગૃતિ લાવનારા પ્રવિત્ર કાર્યમાં મોટી સંખ્યામાં યુવાનોએ વૃક્ષા રોપણ કરી સુંદર કાર્ય કર્યું હતું. ઉમેદપુર ( દઘાલીયા ) ગામ પોતાની એકતાને લઇને વખાણાતું આવ્યું છે. ત્યારે યુવાનોએ પ્રવિત્ર કામ કરી ગ્લોબલ વોર્મિંગ સામે લડતનો પાયો નાખ્યો હતો.

X
મોડાસાના ઉમેદપુર ગામના યુવાનોએ વૃક્ષારોપણ કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી