તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ભિલોડાની ત્રણ વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય ડિજીટલ સાક્ષરતા અભિયાનથી પુરસ્કૃત

ભિલોડાની ત્રણ વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીય ડિજીટલ સાક્ષરતા અભિયાનથી પુરસ્કૃત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાખાતે ભિલોડાની 3 વિદ્યાર્થિનીઓને કેન્દ્રીય મંત્રીના હસ્તે રાષ્ટ્રીય ડિજીટલ સાક્ષરતા અભિયાનથી પુરસ્કૃત કરાઈ હતી.

અનિલકુમાર જૈને જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ભિલોડાના પાર્શ્વ કમ્પ્યુટર્સની મેઘા પરમાર, પારુલ મારીવાડ, નિકી સુથારને નેશનલ ડિજીટલ લિટરસી મિશનમાં પસંદગી પામતાં મંત્રીના હસ્તે ફોન અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. સાંસદ દીપસિંહ રાઠોડ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી, કલેક્ટર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...