તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા જાયન્ટસ ગ્રુપ, JCI દ્વારા અંધજનોને સહાય કીટ પુરી પડાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા જાયન્ટસ ગ્રુપ, JCI દ્વારા અંધજનોને સહાય કીટ પુરી પડાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાયન્ટસગ્રુપ ઓફ મોડાસા, જેસીઆઇ મોડાસા અને શ્રી સર્વોદય અંધજન મંડળ અરવલ્લી જીલ્લાના સંયુક્ત ઉપક્રમે રવિવારે જેસીઝ હોલ મોડાસા ખાતે જીલ્લાના અંધજન વ્યક્તિઓનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અંધજનોને સહાયરૂપ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોડાસા શહેરના જેસીજ હોલ ખાતે રવિવારે મોડાસાની જાયન્ટસ ગ્રુપ અને જેસીઆઇ જેવી સેવાકીય સંસ્થાઓ અને શ્રી સર્વોદય અંધજન મંડળ અરવલ્લી દ્વારા જીલ્લાના 500થી વધુ ઉપસ્થિત અંધજન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ઼ હતું. જીલ્લાના અંધજન બાળકોને સ્કુલ બેગ, શાલ, સ્ટીક આપવામાં આવ્યા હતા. ર્ડા.સંતોષ દેવકર દ્વારા અંધજન વ્યક્તિઓ તેમજ બાળકોમાં રહેલી સુસુપ્ત અવસ્થા બહાર લાવવા તેમજ શિક્ષણ ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે કારકીર્દી બનાવી આગળ વધે અને પગભર તેમજ સ્વતંત્ર બને તે માટે વકતવ્ય દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા અંધજન મંડળ અરવલ્લી જીલ્લા દ્વારા રાજય સરકાર અને કેન્દ્ર સરકારની દિવ્યાંગલક્ષી યોજનાઓનો સંપુર્ણ લાભ મળી રહે અને ઝડપી પ્રયાસો હાથ ધરવાની બાંહેધરી આપી હતી.

મોડાસાના જીવદયા પ્રેમી નિલેશભાઇ જોષી, જાયન્ટસ ગ્રુપના પ્રમુખ અનીષ કાવઠીયા, મુકુંદ શાહ, કે.ઓ.શાહ, અંધજન મંડળના હોદેદારો સહિત જીલ્લાના અંધજન વ્યક્તિઓ અને તેમના પરિવારજનો હાજર રહયા હતા.

જાયન્ટસ ગ્રુપ અને જેસીઆઇ મોડાસા દ્વારા અંધજનોને સહાય કીટ પુરી પડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો