તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસાની જવેલર્સ પેઢી ઉપર મોડીરાત્રે IT વિભાગનું સર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની જવેલર્સ પેઢી ઉપર મોડીરાત્રે IT વિભાગનું સર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આયકરવિભાગ દ્વારા મોડાસાના જાણીતા જવેલર્સની પેઢી ઉપર સર્ચ હાથ ધરતાં અન્ય કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. બુધવારની બપોરથી હાથ ધરાયેલી કાર્યવાહી મોડી રાત્રી સુધી ચાલુ રખાતાં લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા.

બુધવારના રોજ અચાનક મોડાસા નગરના શ્યામસુંદર કોમ્પ્લેક્ષમાં આવેલ જાણીતી જવેલર્સ પેઢી સોની નીતીનકુમાર ભાઇલાલભાઇ નામની પેઢી ઉપર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ હાથ ધરાતાં અન્ય જવેલર્સ સહિતના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. બપોરથી હાથ ધરાયેલ કાર્યવાહીનો દોર મોડી રાત્રી સુધી ચાલુ રહેતા ડિસ્કલોઝર યોજનાને સહકાર પુરો નહી પાડનાર કરચોરો સામે વિભાગે સખ્ત કાર્યવાહી હાથ ધરી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પેઢીના માલીક નાદુરસ્ત તીબયત બદલ સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયેલ હોઇ જરૂરી સ્ટેમેન્ટ મેળવી શકાયું નથી. હાલમાં માત્ર સ્ટોક મેળવાયો હોવાનું જણાવ્યું હતું.

મોડાસાની જવેલર્સ પેઢી ઉપર આયકર વિભાગની ટીમે સર્ચ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો