તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • એક આરોપીના બે દીવસ અને 4 આરોપીના એક દીવસના રીમાન્ડ મંજુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક આરોપીના બે દીવસ અને 4 આરોપીના એક દીવસના રીમાન્ડ મંજુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટીમોરી યુવકના હત્યા મામલો વધુ ચાર આરોપીઓ ઝડપાયા


મેધરજતાલુકાના મોટીમોરી ગામના 20 વર્ષીય અતુલ રોતનુ ગળુ દબાવી હત્યા કર્યાનો મામલો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચારમચી હતી. યુવકનો મૃતદેહ ધુળેટીના દીવસે તેનાજ ખેતરમાંથી મળી આવતા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ગુનાની તપાસ દરમ્યાન પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જેની કડક પુછપરછ દરમ્યાન અન્ય ચાર શખ્સોના નામ બહાર આવતા પોલીસે ગુનામાં સંડવાયેલા વધુ ચાર આરોપીઓને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરી એક દીવસના રીમાન્ડ મેળવી આગળની પુછપરછ હાથ ધરી હતી.

મેધરજ તાલુકાના મોટીમોરી ગામના પરીવાર સાથે રહેતા 20 વર્ષીય અતુલ હત્યાના ગુનાનો મુખ્ય આરોપી મૃતક યુવકને જે છોકરી જોડે સંબંધ હતો તેના પિતા હોવાનુ ખુલ્યુ હતુ.તપાસ દરમ્યાન બાતમીના આધારે પોલીસે હત્યામાં સંડોવાયેલ આરોપી રમેશભાઇ જીવાભાઇ ડેડુણ રહે. રમાડને ઝડપી લઇ આકરી પુછપરછ હાથ ધરતા ગુનાના વધુ ચાર આરોપીઓના નામના ભેદ ખુલ્યો હતો જેથી પોલીસે તમામ આરોપીઓ જેમાં ગોવીંદ લક્ષ્મણભાઇ ડેડુવા, ખાતુજીવા ડેડુવા (ઉ.વર્ષ 45),સુરેશ મોંધાભાઇ ડેડુવા (ઉ.વર્ષ 32) તથા મહેન્દ્ર બાબુભાઇ ડેડુવા ઉ.વર્ષ 33)ને પોલીસે ઝડપી લઇ કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં ચારેય આરોપીઓના એક દીવસના રીમાન્ડ મંજુર થયા હતા જ્યારે આરોપી રમેશ જીવાભાઇ ડેડુવાના બે દીવસના રીમાન્ડ મંજુર થતા પોલીસે કેસની વધુ પુછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો