તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસાની મખદુમ હાઇ.માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની મખદુમ હાઇ.માં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાનામખદુમ હાઇસ્કૂલ ખાતે ગત રવીવારના રોજ નિ:શુલ્ક સર્વરોગ નીદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો. સારવાર કેમ્પમાં અંદાજીત 613 કરતા વધારે દર્દીઓએ સારવાર કેમ્પનો લાભ લીધો હતો.

પંડીત દીન દયાલ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીના વર્ષ નિમિત્તે મોડાસાના મખદુમ હાઇસ્કૂલ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ, મોડાસા શહેર ભાજપ, ર્ડોંકટર સેલ તથા મોડાસા નગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે ગત રવીવારે સવારે 9.30 કલાકે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પ્રસંગે લઘુમતી વીસ્તાર સહીત તમામ વીસ્તારના અંદાજીત 613 થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. કેમ્પમાં ર્ડોં નઇમભાઇ કાજી, ર્ડો.દીપકભાઇ પટેલ, ર્ડોં ધનશ્યામભાઇ શાહ, ર્ડોં સુરેશભાઇ વાધેલા, ર્ડોં.સુરેશભાઇ પટેલ, ર્ડોં વીનયભાઇ ગાંધી, ર્ડોં હીનાબેન કલાસવા, ર્ડોં ભાવીકભાઇ પટેલ, ર્ડોં જતનભાઇ પટેલ તથા ર્ડો.નિતેશભાઇ પ્રજાપતી ઉપસ્થિત રહી દર્દીઓને સારવારનો લાભ આપ્યો હતો. પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીંરસિંહ ડાભી, મોડાસા શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઇ ભાવસાર સહીત ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકરો સહીત નગરપાલીકા સ્ટાફ સહીત તમામ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો