તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લીમાં પદયાત્રિકો માટે કેન્દ્રો શરૂ કરાશે : જિ.પં.પ્રમુખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીમાં પદયાત્રિકો માટે કેન્દ્રો શરૂ કરાશે : જિ.પં.પ્રમુખ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદરવીસુદ પુનમે જગતજનની મા અંબા-જગદંબાના ધામ અંબાજી ખાતેના ભવ્ય મેળામાં જોડાવા પદયાત્રિકો અંબાજીની વાટે નીકળ્યા છે. ત્યારે જીલ્લાની હદમાંથી પસાર થતા માઇભક્ત પદયાત્રિકોનો સેવા સારૂ જીલ્લા પંચાયત દ્વારા સેવા કેન્દ્રો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

અરવલ્લી જીલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રકુમાર પારઘીના જણાવ્યા મુજબ ભાદરવી પુનમ નીમીત્તે યોજાનાર મેળામાં જોડાવા વડોદરા,પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના લાખ્ખો પદયાત્રિકો જીલ્લામાંથી પગપાળા પસાર થઇ રહયા છે જેઓને જીલ્લા પંચાયત દ્વારા પદયાત્રિકોને લીંબુ પાણી, ચા-નાસ્તો ની સેવા પુરી પાડવા વિસામા ઉભા કરવામાં આવનાર છે. જયારે જીલ્લાની હદમાંથી પસાર થતાં પદયાત્રિકોની નિ:શુલ્ક સારવાર અને જરૂરી દવાના વિતરણ માટે આરોગ્ય શાખા દ્વારા મેડીકલ કેમ્પની સુવિધા પુરી પાડવામાં આવનાર હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.

જીલ્લામાંથી પસાર થતાં પદયાત્રિકોને માર્ગો ઉપર જરૂરી સલામતી પુરી પાડવા, ટ્રાફિક સમસ્યા સર્જાય તે માટે જરૂરી વન-વે ની વ્યવસ્થા કરવા તેમજ એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવા પુરી પાડવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવા રાજેન્દ્રકુમાર પારઘી દ્વારા જીલ્લા કલેકટર ને રજુઆત કરાતાં પ્રમુખ ની પહેલને માઇભક્તોએ આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો