તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • રામદેવ પદયાત્રિકો વિસામે રેવન્યુ મંડળના સભ્યો સેવામાં જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામદેવ પદયાત્રિકો વિસામે રેવન્યુ મંડળના સભ્યો સેવામાં જોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જગતજનનીમાં અંબાના ધામે માથું ઝુકાવવા હજારો પદયાત્રિકો અંબાજીની વાટે નીકળતાં માર્ગો ઉભરાઇ રહયા છે. ત્યારે આવા પદયાત્રિકો ની સેવા-સુશ્રુષા માટે ઉભા કરાયેલ રામદેવ વિસામામાં રેવન્યુ કર્મચારી મંડળના હોદ્દેદારોએ સેવા બજાવતાં પદયાત્રિકોમાં અનેરો ઉતસાહ વર્તાયો હતો.

મોડાસા-માલપુર માર્ગ ઉપરના જાલોદર નજીક સેવાભાવી નરેશભાઇ પટેલ, લખાભાઇ પટેલ,મનુભાઇ પટેલ અને ભગવાનભાઇ પટેલ ના સહયોગ અને ગ્રામજનોના સહકારથી પદયાત્રિકો માટે વિશાળ વિસામો ઉભો કરાયો છે. પ્રથમવાર ના વિસામાની 12 હજારથી વધુ પદયાત્રિકોએ સેવા મેળવી છે.

વિસામાના આયોજક લખાભાઇ ડી.પટેલ અને નરેશભાઇ ના જણાવ્યા મુજબ વિસામા ઉપર 600 કીલો ખા઼ડ, 50 કીલો ચોખા, 500 કીલો ચણા લોટ, તેલના 120 ડબ્બાનો ઉપયોગ કરી રોજના 3 હજાર પદયાત્રિકોને ચા-નાસ્તો ,ભોજન અને વિશ્રામની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો