• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સીતપુરમાં પોલીસ બોલાવ્યાના વહેમમાં યુવકને ઝુડી નાખ્યો

સીતપુરમાં પોલીસ બોલાવ્યાના વહેમમાં યુવકને ઝુડી નાખ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | તાલુકાનાસીતપુર (પહાડપુર) ગામના 5 યુવકોએ પોલીસ બોલાવી હોવાનો વહેમ રાખી એક યુવકને ઝૂડી નાખ્યાની ફરિયાદ નોંધાઇ હતી.

જીતુસિંહ ચૌહાણ, કૌશિકસિંહ ચૌહાણ સહિતના પાંચ શખસોએ ગામના લાલુસિંહ બબસિંહ ચૌહાણને માર માર્યો હતો. બે દિવસ અગાઉ પહોંચેલી 100 નંબરની પોલીસવાન લાલુસિંહે બોલાવી હોવાનો વહેમ રાખી માર મરાતાં લાલુસિંહ ચૌહાણે મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી. જેની અરજી આધારે પોલીસે જીતુસિંહ અમરતસિંહ ચૌહાણ, કૌશિકસિંહ અમરતસિંહ, દશરથસિંહ ચેહરસિંહ, સંદીપસિંહ દશરથસિંહ અને જનકસિંહ દશરથસિંહ સામે સીઆરપીસી અન્વયે અટકાયતી પગલાં ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...