• Gujarati News
  • મોડાસાના કમળાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ચકાસણી

મોડાસાના કમળાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ચકાસણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનીગરીબ નવાઝ અને જીલાની પાર્ક સોસાયટીમાં કમળાગ્રસ્ત દર્દી નોંધાતાં આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. સોસાયટીમાં 7 લોકોને કમળાની બીમારી લાગુ પડી હોવાના અહેવાલ બાદ ગુરુવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારના 322 રહેઠાણોના 1850 રહીશોના આરોગ્યની ચકાસણી કરાઇ હતી.

મોડાસા નગરના લઘુમતી વિસ્તારની બે સોસાયટી વિસ્તારમાં કમળાના રોગના દર્દીઓ નોધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.યજ્ઞેશ નાયકના માર્ગદર્શન હેઠળ વિભાગની જુદી જુદી ટીમોએ ગુરૂવારના રોજ સર્વે કામગીરી હાથ ધરી હતી. ચકાસણીમાં કમળાગ્રસ્ત ત્રણ દર્દીઓ મળી આવતા જરૂરી સારવાર અપાઇ હતી.

દૂષિત પાણીથી ફેલાતા પાણીજન્ય કમળાના વાવડ સામે નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી પીવાના પાણીના જુદા જુદા ચાર સેમ્પલો મેળવી જરૂરી પરીક્ષણ માટે મોકલી અપાયા હતા.