• Gujarati News
  • મોડાસાનો ટાઉનહોલ ‌‌‌‌~ 80 લાખના ખર્ચે અદ્યતન બનશે

મોડાસાનો ટાઉનહોલ ‌‌‌‌~ 80 લાખના ખર્ચે અદ્યતન બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનગરપાલિકા હસ્તકના શ્રી મહાલક્ષ્મી ટાઉનહોલને વધુ સુવિધા સજ્જ બનાવવા શહેરી વિકાસ વિભાગની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી રૂ.80 લાખની ફાળવણી કરાતાં ટાઉનહોલને અદ્યતન બનાવવા તજવીજ હાથ ધરાઇ છે.

મોડાસા નગરપાલિકા દ્વારા દસ વર્ષ અગાઉ આઇડી એસએમટી યોજના હેઠળ નગરના એકમાત્ર ટાઉનહોલને રૂ.1.06 કરોડના ખર્ચે સુવિધા સજ્જ બનાવાયો હતો. જૂની ઢબના મહાલક્ષ્મી ટાઉનહોલમાં 400 બેઠકની સીટીંગ એરજમેન્ટ સાથે આકર્ષક સીલીંગ, કારપેટ અને બે-બે ટનના 13 એર કન્ડીશનર સાથે મોટાપાયે રીનોવેશન કરાયું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં ઉભી થયેલી જરૂરિયાતો અને ઉડીને આંખે વળગે તેવી ઉણપો વિશે હાથ ધરાયેલી મુદ્દાસરની રજૂઆત બાદ ટાઉનહોલને અદ્યતન બનાવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવાયો હતો.

નગરપાલિકાના ઇનચાર્જ ચીફ ઓફિસર અગરસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, મહાલક્ષ્મી ટાઉનહોલ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા રૂ.80 લાખમાંથી રૂ.50 લાખ ટાઉનહોલના સ્ટેજ લાઇટીંગ અને ઇકો સાઉન્ડ સિસ્ટમ માટે ખર્ચાશે. જયારે હાલના ઓછી કેપેસીટીવાળા બે-બે ટનના એરકન્ડીશનરોને હટાવી રૂ.30 લાખના ખર્ચે 40 ટનના કેસેટ એસીથી આખા હોલને વાતાનુકૂલિત કરવામાં આવશે. પાલિકાના ઇજનેર દેવાંગ સોનીના જણાવ્યા મુજબ, ટાઉનહોલને અદ્યતન બનાવવા જરૂરી કામગીરીનું ટેન્ડરીંગ પૂર્ણ કર્યા બાદ જરૂરી ઓર્ડર આપી દેવાયા છે.

મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલને અદ્યતન બનાવવામાં આવશે. /રાકેશ પટેલ

લાખના ખર્ચે આખા હોલને વાતાનુકૂલિત કરાશે

30

લાખના ખર્ચે સ્ટેજ લાઇટીંગ, ઇકો સાઉન્ડ

50

બેઠક વ્યવસ્થા છે ટાઉનહોલમાં

400

નવું કલેવર