• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અાઇશર ચાલક અને મદદગાર ફરાર, 11.14 લાખનો મુદ્દામાલ જપ્ત

અાઇશર ચાલક અને મદદગાર ફરાર, 11.14 લાખનો મુદ્દામાલ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનાગાંજણ ગામની સીમમાંથી અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસે આયશર ટ્રકમાંથી ગુરૂવારે રૂ. 2.40 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. જોકે, ટ્રકચાલક અને મદદગારી કરનારા શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ફરાર ચાલક અને મદદગારી કરનારા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસે મોડાસા- શામળાજી રાજ્યધોરી માર્ગો પર આવેલા ગાંજણ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતાં આયશર- ટ્રકનો ચાલક અને અન્ય એક શખ્સ ટ્રક રોડ નજીક ઉભી રાખીને ફરાર થઇ જતાં જિલ્લા એલ.સી.બી. પોલીસે આયશર ગાડી (નં. એચ.આર. 46, ડી. 8734ની તપાસ કરતાં અંદર છુપાયેલો દારૂની 50 પેટીઓ અને બોટલ દારૂ નંગ- 2,400ની કિંમતનો રૂ. 2,40,000 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં ટ્રકની કિંમત રૂ. 8,00,000 તથા કવરિંગનો સામાન મળીને 11,14,400 નો મુદ્દામાલ આયશર ટ્રકના ચાલક અને અન્ય મદદગારી કરનાર શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને શખસોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...