તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે અગાઉના જમીનના ઝઘડાની અદાવત રાખી રાત્રીના સમયે બે ઇસમોએ એક ઇસમના ઘરે ગાળો બોલી ઇસમને માથામાં લોખંડનો સળિયો મારતાં ઇસમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો.અા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વિગત અનુસાર, બીટી છાપરા ગામના આશિષભાઇ સુભાષભાઇ અસારી રવિવારના રોજ જમી તેમના ઘરે રાત્રીના સમયે સુઇ રહ્યા હતા. તે સમયે રાત્રીના અગિયાર વાગ્યે ગામના જયકુશ વાલજી અસારી અને શૈલેષ વાલજી અસારી આશિષભાઇના ઘર આગળ આવી કહેવા લાગ્યા હતા કે, તમોએ ગઇ સાલ અમારી જમીનમાં પાળો નાખ્યો છે. તે હટાવી લો તેમ કહી અપશબ્દો બોલતાં હતા. જેથી આશિષભાઇએ ગાળો બોલવાની ના પાડતાં બંન્ને જણ ઉશ્કેરાઇને ઘર પાસે ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને શૈલેષ અસારીએ માથાના ભાગે લોખંડનો સળિયો ફટકાર્યો હતો અને જયકુશ અસારીએ માથાના અને પગના ભાગે લાકડી ફટકારતાં તેઓ લોહી લુહાણ હાલતમાં બેભાન થઇ નીચે પડી ગયાં હતાં.

જેથી આશિષભાઇ અસારીને શરીરે અને માથાના ભાગે ગંભી ઇજાઓ થતાં તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને તેમને વધુ ઇજાઓ જણાતાં મોડાસા ખાતે રીફર કરાયાં હતા.

બે ઇસમોએ જતાં જતાં પાળો હટાવી લેજે નહી તો તને કાપી નાંખીશ એવી ધમકી પણ આપતાં ગયાં હતાં. અંગે પોલીસે જયકુશ વાલજી અસારી અને શૈલેષ વાલજી અસારી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...