તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા ખાતે રાષ્ટ્રીય ભોઇ સમાજ ક્રાંતીદળનું અધિવેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા ખાતે રાષ્ટ્રીય ભોઇ સમાજ ક્રાંતીદળનું અધિવેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશના પ્રમુખ પદે વરાયેલા અગ્રણીનુ સમાજબંધુઓ દ્વારા સન્માન

ગુજરાતમાં13 લાખની વસ્તી ધરાવતા ભોઇ સમાજમાં સંગઠન ક્ષેત્રે કાર્યરત ક્રાંતીદળનું અધિવેશન મોડાસા ખાતે યોજાયું હતું. પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય ક્રાંતિદળના હોદેદારોએ વ્યસનમૂકિત અને બેટી બચાવોના શપથ લેવડાવ્યા હતા.

મોડાસાના વલ્લભસદન હોલમાં રાષ્ટ્રીય ભોઇ સમાજ ક્રાંતીદળનું અધિવેશન રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઉ સાહેબ બાવને (કણાર્ટક) ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. પ્રસંગે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ નરેશ ઉમાન્ડે, મહારાષ્ટ્રના સુધાકરજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં રાષ્ટ્રીય ભોઇ સમાજ ક્રાંતીદળ ગુજરાતના પ્રમુખ પદે ગોધરાના પ્રવિણભાઇ સી.ભોઇની વરણી કરાતાં ઉપસ્થિત સૌ કોઇ જાહેરાત વધાવી લીધી હતી. અધિવેશનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતીબંધુઓને વ્યસનમુકિત અને બેટી બચાવોના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જયારે યુવા અધ્યક્ષ નરેશ ઉપાન્ડે ગુજરાતમાં 13 લાખની વસ્તી ધરાવતા ભોઇ સમાજને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ પુરૂ પાડવા માંગ ઉઠાવી સમાજને સંગઠિત રહેવા હાકલ કરી હતી.

અધિવેશનમાં ક્રાંતીદળના ઉત્તર ગુજરાતના પ્રભારી નવીનચંદ્ર ભોઇ, જિલ્લા અધ્યક્ષ જયેશભાઇ ભોઇ, યુવા અગ્રણી નવનીતભાઇ મહેરા, રાકેશભાઇ ભોઇ, રસીકભાઇ પી.ભોઇ, રીતેશભાઇ અને માયાબેન ભોઇએ ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો