તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસાની અર્બુદા ક્રેડીટમાં સીઆઇડી પોલીસના ધામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની અર્બુદા ક્રેડીટમાં સીઆઇડી પોલીસના ધામા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેકોર્ડ અને સીપીયુ સહિતના સાધનો જપ્ત, મેનેજરનું નિવેદન લઇ તપાસ

રાજ્યનાહજારો થાપણદારોની કરોડો રૂપીયાની બચતપુજી આકર્ષક વ્યાજે મેળવી કરોડો રૂપીયાનુ કૌભાંડ આચરનાર અર્બુદા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી સામે રાજ્યના સીઆઇડી વિભાગ તપાસ હાથ ધરી રહી છે ત્યારે સીઆઇડી ટીમે મોડાસા ખાતેની બ્રાન્ચમાં ધામા નાખતા ચર્ચાનુ બજાર ગરમાયુ હતુ.

મોડાસા ખાતેની અર્બુદા ક્રેડીટ શાખામાં આવી પહોચી હતી. અધિકારીઓએ બ્રાન્ચનુ તમામ રેકર્ડ સહિત કોમ્યુટર,સીપીયુ, સહિતના સાધનો સીલ કરી જપ્ત કર્યા હતા સીઆઇડી ટીમના પોલીસ અધિકારી શેખના જણાવ્યા મુજબ શાખા મેનેજરનુ નીવેદન મેળવી તમામ રેકર્ડ જપ્ત કરાયુ છે. શાખાના 753 ગ્રાહકો દ્રારા કરાયેલી ફરીયાદ મુજબ રૂપીયા 2.79 કરોડની ગેરરીતીઓની સધન તપાસ હાથ ધરવામાં આવી હોવાનુ તપાસ અધીકારીએ જણાવ્યુ હતુ. અર્બુદા ક્રેડીટ સોસાયટીના સંચાલકો દ્રારા આચરવામાં આવેલા ચકચારી નાણાકીય કૌભાંડના પગલે સીઆઇડી પોલીસની ટીમ મોડાસામાં ઉતરી આવતાં સોસાયટીના સભાસદોમાં ઉત્તેજના વ્યાપી હતી.અને થાપણદારો શાખા આગળ આંટાફેરા નારતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો