• Gujarati News
  • મુસાફરો વિફરતાં એસટીને મોડાસા ડેપોમાંથી પરત સ્ટેન્ડે લઇ જવી પડી

મુસાફરો વિફરતાં એસટીને મોડાસા ડેપોમાંથી પરત સ્ટેન્ડે લઇ જવી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી એસટી ડેપો સંચાલિત દાહોદ-કડી બસમાં લુણાવાડાથી બાળકો સાથે બેસેલી મહિલા મુસાફરને મોડાસાના કલ્યાણ ચોક સ્ટેન્ડે નહીં ઉતારતાં વિફરેલા મુસાફરોએ એસટી ચાલકને ડેપોમાંથી બસને પરત સ્ટેન્ડે લઇ જવાની ફરજ પાડી હતી.
દાહોદથી કડી જતી એસટી બસમાં લુણાવાડાથી મોડાસાની એક મહિલા સરસામાન અને બે બાળકો સાથે મોડાસા આવવા બેઠા હતા. મોડાસા આવતાં આ મહિલાએ બસને કલ્યાણ ચોકમાં થોભાવવા જણાવવા છતાં નિયત કરાયેલ સ્ટેન્ડે એસટી ચાલકે બસને ઉભી નહીં રાખી ડેપોમાં લઇ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. કલ્યાણ ચોક પીકઅપ સ્ટેન્ડ ઉપર પોતાની દીકરીને ભાણિયાઓ સાથે રિસીવ કરવા આવેલા પ્રભાતસિંહ રહેવર પણ બસ સ્ટેન્ડે બસ નહીં થોભતાં તેઓ સ્કૂટર પર ડેપો પહોંરયા હતા. એ દરમિયાન મનમાની ચલાવનાર બસના ચાલકને રોષે ભરાયેલા મુસાફરોએ ઉગ્ર રજૂઆત કરતાં ચાલકને ડેપોમાંથી બસને કલ્યાણ ચોક સ્ટેન્ડે પરત લઇ જવાની ફરજ પડી હતી. આ મામલે મેઘરજ તાલુકા પંચાયતમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રભાતસિંહ રહેવરે આ બસના ચાલક સામે કડી ડેપોના મેનેજર એ.જી.સોલંકીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.