• Gujarati News
  • મોડાસા નગરમાં ગુમાસ્તાધારાના અમલ અંગે તપાસ હાથ ધરાઇ

મોડાસા નગરમાં ગુમાસ્તાધારાના અમલ અંગે તપાસ હાથ ધરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા નગરપાલિકાના ગુમાસ્તા ધારા વિભાગ દ્વારા રવિવારે હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન જાહેર રજાના દિવસે ધંધા-રોજગાર ચાલુ રાખનાર વેપારીઓને તાકીદ કરી દુકાનો બંધ કરાવાઇ હતી. પાલિકાના શોપ ઇન્સપેકટર શકીલ દધાલીયાવાળાના જણાવ્યા મુજબ, શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ પેઢીના માલીકે જાહેર કરાયેલ રજાના દિવસે પેઢી, દુકાન બંધ રાખી ગુમાસ્તાને રજા આપી કાયદાનું પાલન કરવાનું હોય છે. નગરમાં કેટલાક વેપારીઓ આ નિયમનો ભંગ કરી રવિવારે ધંધા-રોજગાર ચાલુ રાખતા હોવાની ફરિયાદ મળતાં ૧૦૦ જેટલી દુકાનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ખુલ્લી રખાયેલી દુકાનો બંધ કરાવાઇ હતી અને નિયમના ચુસ્ત પાલનની તાકીદ કરી હતી.