• Gujarati News
  • શહેરીજનો પર જીવલેણ હુમલો કરતી પાંચ ગાયોને પાંજરે પુરી

શહેરીજનો પર જીવલેણ હુમલો કરતી પાંચ ગાયોને પાંજરે પુરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં રખડતાં ઢોરોને પકડવા પાલિકાને આવેદન અપાતાં કાર્યવાહી કરાઇ
મોડાસામાં રખડતા ઢોરોના આંતરે દિવસે શહેરીજનો પર જીવલેણ હુમલાથી ત્રાહીમામ બનેલા શહેરીજનોએ પાલીકાના સત્તાધીશોને આવેદનપત્ર આપી ર ાણ પુરુ પાડવા માંગ કરી હતી. જેને લઇ જાગેલી પાલીકાએ શુક્રવારે રસ્તાઓ પર રખડતી પાંચ ગાયોને પાંજરે પુરી હતી.
મોડાસા નગરના માર્ગોઉપર ભૂરાંટી બની હાહાકાર મચાવતી ગાયો સહિત અન્ય ઢોરો નો ત્રાસ વઘ્યો છે. થોડાક દિવસ પૂર્વે ટયુશનમાંથી આવતા એક વિધાર્થીને ગાયે ઝપટમાં લઇ પટકયો હતો માંડ માંડ બચેલા આ વિધાર્થીને સારવાર અપાઇ હતી. ચાર દિવસ પહેલાં મોડાસા એસ.ટી.બસ સ્ટેન્ડમાં તોફાને ચડેલી ગાયે કેટલાય મુસાફરોને શીંગડા ભરાવી ઘાયલ કરતાં પોલીસની મદદ વડે વીફરેલી ગાયને કાબૂમાં લેવાઇ હતી. જયારે ગત બુધવારના રોજ વિધકુંજ સોસાયટીમાં તોફાને ચડેલી ગાયે એક મહિલાને બાઇક ઉપરથી નીચે પટકી દઇ શીંગડા ભરાવી ગંભીર ઇજાઓ પહોંચાડતાં ઓપરેશન સાથેની સારવારની ફરજ પડાતાં નગરજનો ને ર ાણ પુરૂ પાડવામાં ઉણી ઉતરેલી નગરપાલીકા નો નબળી કામગીરી સામે રોષે ભરાયેલા જુદા જુદા સોસાયટીના ૩૦ થી વધુ રહીશો એ પાલીકામાં આવેદનપત્ર આપ્યું હતું.
મોડાસા નગરના તમામ વિસ્તારના રહીશો માટે જોખમી બનેલ રખડતા ઢોર ના પ્રશ્ને યોગેશભાઇ પટેલ, વિમલભાઇ સોની, હસમુખભાઇ મોચી અને ભાવીક જોષી સહિતના રહીશોએ તાબડતોડ રખડતા ઢોર પાંજરે પુરી નગરના બાળકો, વઘ્ધો સહિત તમામ નગરજનો અને વેપાર, ધંધા કે અભ્યાસ સારૂ અન્ય ગામડાઓમાંથી મોડાસામાં આવતાં રાહદારીઓ ને ર ાણ પુરૂ પાડવા ઉગ્ર રજૂઆત કરી હતી.
મોડાસા નરગપાલીકાના પ્રમુખ એસ.આર.પટેલ દ્વારા આવેદનપત્ર આપવા આવેલા રહીશો ને રખડતા ઢોર પાંજરે પુરવાના આશ્વાસન બાદ થોડાક કલાકોમાં પાલીકાના સનેટરી ઇન્સ્પેકટર સુનીલ રાજપુરોહિત, મુકરદમ અશોક રાઠોડ સહિતની ટીમે ઢોર પાંજરા સાથે નગરના વિધાકુંજ,માણેકબા, રામપાર્ક,એસ.ટી.સ્ટેન્ડ વિસ્તારમાં રખડતાં ઢોર કબ્જે કરવા અભિયાન હાથ ધર્યું હતું. અને શુક્રવારની સાંજ સુધીમાં રખડતી પાંચ ગાયોને પાંજરે પુરી હતી.
નગરના માર્ગોઉપર ગાયો દોડાવતાં હાહાકાર મરયો
નગરપાલીકા રખડતા ઢોર કબ્જે કરવા હાથ ધરાયેલ ઝુંબેશ બાદ કેટલાક ઇસમોએ બાઇક ઉપર સવાર થઇ ગાયોને બેરહમી પૂર્વક ફટકારતાં કેટલીય ગાયો જીવ બચાવવા આડેઘડ દોડતી થતાં કેટલાય લોકો ગાયોની અડફેટે આવ્યા હતા. જયારે નગરના માર્ગોઉપર રઘવાયેલી દોડતી કેટલીય ગાયોથી હાહાકાર વર્તા