• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • શામળાજી દારૂ ચોરી પ્રકરણમાં જેસીંગપુરથી બે આરોપી ઝબ્બે

શામળાજી દારૂ ચોરી પ્રકરણમાં જેસીંગપુરથી બે આરોપી ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી પોલીસે પકડેલા દારૂનો જથ્થો કેન્ટેનરમાં મુકેલો હતો તેમાંથી 7 દિવસ અગાઉ થયેલી 7.75 લાખના દારૂની ચોરીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, સફળતા ન મળતાં ડીએસપીઅે તેની તપાસ એલસીબીને સોંપાઇ હતી. જેમાં પીઆઇ એન.કે. રબારીએ પોલીસની અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરના ડભોડામાં મળેલ દારૂનો જથ્થો શામળાજીથી ચોરાયેલા જથ્થો હોવાનું બહાર આવતાં આ દારૂ ભિલોડાના જેસીંગપુરમાંથી વેંચાયો હોવાનું ડભોડા પોલીસની તપાસમાં બહાર આવતાં જિલ્લા પોલીસે જેસીંગપુરમાં તપાસ કરતાં ચોરીનો મુખ્ય સૂત્રધાર ગણેશ હોવાનું બહાર આવ્યુ હતું. દરમિયાન બાતમીના આધારે જેસીંગપુરના મનોજ ઉર્ફે ડુંગો ડામોર અને સ્ટીવન ડામોરને શનિવારે ઝડપી લીધા હતા અને પુછપરછ હાથ ધરી હતી. જોકે, આ ગુનામાં પોલીસ ગણેશ નામના મુખ્ય સૂત્રધાર હોવાનું માની તપાસ હાથ ધરી હતી છે. જોકે, તે હજુ પહોંચથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...