• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીમાં કરાયેલ હવાઇ જમીન માપણીમાં છબરડા બહાર આવ્યા

અરવલ્લીમાં કરાયેલ હવાઇ જમીન માપણીમાં છબરડા બહાર આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં જમીન માપણીની સમસ્યા વિકટ બની રહી છે. ગુગલ દ્વારા કરાયેલ હવાઇ માપણીમાં અનેક છબરડા બહાર આવતાં ખેડૂતોની જમીન રેકોર્ડ ઉપર વધઘટ થઇ રહી છે અને ઘણા કિસ્સાઓમાં આખાને અાખા સર્વે નંબરો રેકર્ડ ઉપરથી ગુમ થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. તેથી આ સમસ્યાના હલ માટે નવેસરથી અને ખૂંટ પદ્ધતિથી સર્વે મેન્યુઅલ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે.

અરવલ્લી જિલ્લામાં નવી સર્વે માપણી પછી અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં ફરીથી માપણી કરીને અથવા રેકર્ડમાં ગુમ થયેલી વધઘટ જમીનો મૂળ સ્થિતિમાં લાવવા જિલ્લાના 7000 જેટલા ખેડૂતોએ પોતાની અરજીઓ લેન્ડ એન્ડ રેકર્ડઝની કચેરીએ આપી હોવાનો ઘણો સમય વીતવા આવ્યો છે. ઉપરોક્ત અરજીઓ પૈકી અત્યાર સુધીમાં જવાબદાર ડિપાર્ટમેન્ટ દ્વારા માંડમાંડ 20 થી 25 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં ગુગલ જમીન માપણી દરમિયાન છબરડા બહાર આવ્યા હતા.બે વર્ષ ઉપરાંતના સમયથી તંત્ર દ્વારા જમીન માપણી પ્રશ્ને ઉપસ્થિત થયેલ સમસ્યાનું નિરાકરણ ન આવતાં તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ખેડૂતો દ્વારા રજૂઆતો અને જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી જમીન માપણીના પ્રશ્ને 5500 કરતા વધુ અરજીઓનો નિકાલ ન આવતાં ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેથી જવાબદાર તંત્ર દ્વારા ઉપરોકત માંગણીઓને ધ્યાનમાં રાખી ઝડપથી પડતર અરજીઓનો નિકાલ કરાય તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...