તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાથી બારડોલી સુધી 301 કિમી રિવર્સ ટ્રેક્ટર ચલાવી રેકોર્ડ નામે કરવા સાગર ઠાકરનો પ્રયાસ

મોડાસાથી બારડોલી સુધી 301 કિમી રિવર્સ ટ્રેક્ટર ચલાવી રેકોર્ડ નામે કરવા સાગર ઠાકરનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના યુવાન સાગર ઠાકરે રિવર્સમાં વાહન લાવવાના જુદાજુદા વિક્રમ પોતાના નામે નોંધાવ્યા બાદ મોડાસાથી બારડોલી સુધી રિવર્સમાં ટ્રેક્ટર ચલાવવાનો શુભારંભ કર્યો હતો. 301 કિલોમીટરની આ રિવર્સ ચલાવવાની સફર પૂરી કરી આ યુવાન વિશ્વવિક્રમ સ્થાપી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા આગેકૂચ કરી રહ્યો છે. હાલ આ રેકોર્ડ આર્યલેન્ડના પેટ્રિક સાલવીના નામે છે. જેને સતત 20 કિમી રિવર્સ ટ્રેક્ટર ચલાવ્યુ હતું. સાગર આ 301 કિમી સફરમાં સતત 20થી વધુ કિમી સફર કરી તોડવાનો પ્રયાસ કરશે.

બારડોલીનો સાગર ઠાકર સતત ચાર વિશ્વ વિક્રમ સ્થાપ્યા બાદ હવે પાંચમાં વિશ્વ વિક્રમ સર કરવા જઇ રહ્યો છે. આ અગાઉ લોંગેસ્ટ જર્ની 6Y રિવર્સ કારનો રેકોર્ડ નામે કર્યા છેે. તદ્ઉપરાંત બાઇકના બે રેકોર્ડ પણ લિમ્કા બુક અોફ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.

સાગર ઠાકર કહે છે કે, ખેડૂતો માનવીય સંસ્કૃતિના સ્થાપક છે અને ખેડૂતોને વર્તમાન પરિસ્થિચતિ તરફ ધ્યાન દોરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ સાહસિક યુવાને જણાવ્યું હતું કે, આર્યર્લેન્ડના પેટ્રિક સાલવીએ 29 માર્ચ 2017માં આ રેકોર્ડ સતત લગભગ 20 કિ.મી. રિવર્સ ટ્રેક્ટર ચલાવીને પોતાના નામે કર્યો હતો. અને આ રેકોર્ડ તોડવા 301 કિલોમીટર રિવર્સ ટ્રેક્ટર ચલાવીને સતત 20 કીમીથી વધુ ટ્રેક્ટર ચલાવી રેકોર્ડ તોડવા માટે કટીબદ્ધતા બતાવી હતી અને આ માટે તેમના મિત્રો પણ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે.

બારડોલીના યુવાન સાગર ઠાકરે રિવર્સમાં ટ્રેક્ટર ચલાવવાનો શુભારંભ કર્યો હતો. ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...