તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ગેરહાજર રહેતા અધિકારીઓ સામે જિલ્લા કલેક્ટરની તાકીદ

ગેરહાજર રહેતા અધિકારીઓ સામે જિલ્લા કલેક્ટરની તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં ગેરહાજર રહેતા અને પ્રતિનિધિઓ મોકલી હાજરી પુરાવતા કેટલાક વિભાગના અધિકારીઓ સામે પગલાં ભરવા નિર્ણય કરાયો હતો. જયારે અગત્યની એવી સમિતિની બેઠક માં વારંવાર ગેરહાજર રહેતા નડીયાદમાર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને અચૂક હાજર રહેવા તાકીદ કરાઇ હતી.

જીલ્લામાંથી પસાર થતાં વિવિધ હાઇવે માર્ગો ઉપર જીલ્લા ટ્રાફિક સમિતિના સુચવ્યા મુજબ કામગીરી હાથ ધરાતી હોઇ અવાર નવાર સર્જાતા અકસ્માતો સામે કડક વલણ અખત્યાર કરવાના ભાગરૂપે નડીયાદ ખાતેના કાર્યપાલક ઇજનેરને હવેથી યોજાનાર બેઠકમાં અચૂક હાજર રહેવા તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...