તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લી જિલ્લામાં1 લાખથી ઉપરાંત વિદ્યાર્થીઓને રસી આપવાની બાકી

અરવલ્લી જિલ્લામાં1 લાખથી ઉપરાંત વિદ્યાર્થીઓને રસી આપવાની બાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 9 થી 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોની તંદુરસ્તી જળવાય અને તેમને કોઇ જીવલેણ રોગ ન થાય તે માટે ઓરી-રૂબેલાની રસીકરણ ઝુંબેશ હાથ કરાયો હતો. જિલ્લામાં હજી એક લાખ ઉપરાંત બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવાની બાકી છે. તેની સામે જિલ્લા આરોગ્ય વિભાગ પાસે માત્ર 39280 બાળકોને રસીનો ડોઝ અપાય એટલો જ સ્ટોક ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં બાળકો અને તેમના માતા-પિતામાં ઓરી-રૂબેલાની રસી અંગે જાગૃતિ આવે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમરનાથ વર્મા દ્વારા પ્રયાસો હાથ કરાયા હતા અને રસીકરણ અંગે બહોળી પ્રસિદ્ધિ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 9 થી 15 વર્ષની ઉંમર સુધીના 2,88,829 બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવા માટે આરોગ્ય વિભાગે એક્શન પ્લાન બનાવ્યો હતો.

જિલ્લામાં તા.18 ઓગસ્ટ સુધીમાં જિલ્લામાં 1,82,118 બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાઇ છે. હજીપણ 1,06,711 બાળકોને રસી આપવામાં પાછી પાની કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ પાસે માત્ર 39280 બાળકોને રસી અપાય તેટલો જ ડોઝ સ્ટોકમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. રસીકરણ વગર બાકી રહેલા બાળકોને રસી અપાવવા માટે આરોગ્ય કર્મીનો તેમજ સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...