• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • માલપુર ગ્રા.પં.નાં મહિલા સરપંચ સામે નવ સદસ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ

માલપુર ગ્રા.પં.નાં મહિલા સરપંચ સામે નવ સદસ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર ગ્રામ પંચાયતના વહિવટ અંગે છેલ્લ કેટલાય સમયથી ફરિયાદો ઉઠવા છતાં હોવાની બૂમ ઉઠી છે, ત્યારે માલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ગ્રામ પંચાયતના છ મહિલા સદસ્યો અને ત્રણ પુરૂષ સદસ્યોએ ચાર દિવસ અગાઉ અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્તાં માલપુમાં હડકંપ મચ્યો છે.

માલપુર ગ્રામ પંચાયતમાં સરપંચ ભારતીબેન મહેશકુમાર ઉપાધ્યાય સાથે પંચાયતની ચૂ઼ંટાયેલી બોડીના સદસ્યો સાથે છેલ્લા કેટલાય સમયથી ગ્રજગ્રાહ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. માલપુર ગ્રામ પંચાયતના સરપંચ સામે જિલ્લાકક્ષાએ અનેક લેખિતમાં રજૂઆતો થઇ છે અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેની બારીકાઇથી તપાસ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે માલપુર ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ માલપુરના જ એક જાગૃત નાગરિકે સરપંચ મનસ્વી વહિવટ અંગે આક્ષેપ કરતી અરજી કરતાં જિલ્લાના અધિકારીઓ તે અંગે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

માલપુર ગ્રામ પંચાયતના નવ જેટલા સદસ્યો 31 જુલાઇએ સરપંચ વિરૂદ્ધ નાણાંનો દૂર ઉપયોગ કરવાના બદલે અવિશ્વાસનો પ્રસ્તાવ તલાટીકમ મંત્રી સમક્ષ રજૂ કરતાં માાલપુર તાલુકામાં હડકંપ મચ્યો છે. જોકે, તાલાટી કમ મંત્રી એ આ અવિશ્વાસનો પ્રસ્તાવની તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માલપુર ગ્રામ પંચાયતના છ મહિલા સદસ્યો અને ત્રણ પુરૂષ સદસ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરી રાતો રાત ભૂગર્ભમાં ઉતરી જતાં માલપુર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંચાયત વર્ષોથી સ્થાનિક રાજકારણને લીધે ચર્ચામાં રહી હોવાથી ફરીથી ટોક ઓફ ધ ટાઉન બની છે.

પ્રસ્તાવ કરનાર સદસ્યો
મધુબેન નટવરલાલ ત્રિવેદી

દલાજી પ્રભુજી વણઝારા

જ્યંતિભાઇ છગનભાઇ પંડ્યા

ડિમ્પલબેન જયેશભાઇ ભાટીયા

લક્ષ્મીબેન હલાજી વણઝારા

સિંકદરભાઇ ઝરીફખાન પઠાણ

સંગીતાબેન દિપકભાઇ જાદવ

ગોપીબેન દિપકભાઇ કોઠારી

લીલાબેન નરેશભાઇ વણઝારા

અન્ય સમાચારો પણ છે...