• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • ધનસુરા-મોડાસા વચ્ચેનો હિન્દુપુરા ટર્નિગં જીવલેણ બન્યો

ધનસુરા-મોડાસા વચ્ચેનો હિન્દુપુરા ટર્નિગં જીવલેણ બન્યો

ધનસુરા-મોડાસા વચ્ચે હિન્દુપુરા ટર્નીંગમાં રોડની કામગીરી જીવલેણ બની. ધનસુરા | અરવલ્લીનો ધોરી માર્ગ 59...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
ધનસુરા-મોડાસા વચ્ચેનો હિન્દુપુરા ટર્નિગં જીવલેણ બન્યો
ધનસુરા-મોડાસા વચ્ચે હિન્દુપુરા ટર્નીંગમાં રોડની કામગીરી જીવલેણ બની.

ધનસુરા | અરવલ્લીનો ધોરી માર્ગ 59 ધનસુરા-મોડાસાની વચ્ચે હિન્દુપુરા ગામે ટર્નિંગ પર આડેધડ ખુલ્લી ગટરનું કામ કરાયું હતું. જે ગટર બનતા રોડની બાજુમાં સાઈડ સોલ્ડરના અભાવએ અવાર-નવાર અકસ્માતોમાં કેટલાય લોકો જીંદગી ગુમાવી ચુકયા છે. આ બિનઉપયોગી ગટરનો નિકાલ કરી સાઈડ સોલ્ડર બનાવવા માટે લોકોએ મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી હોવા છતાં લોકોના હિતની વાત ધ્યાન પર લેવામાં આવતી નથી.

ગટરનો નિકાલ કરવાની જગ્યાએ આ માર્ગ પર ગેરકાયદેસર એક સાથે 15 જેટલા નાના બમ્પ બનાવી દેવાતાં વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ સ્થાનિક તથા ડેઇલી અપડાઉન કરતાં તથા લોકોએ આ ગટર અને બમ્પની સમસ્યાથી ત્રાસી કલેકટરને આવેદનપત્ર આપી ચક્કાજામ કરવાનું આયોજન કરાયાનું જાણવા મળ્યું છે. મોડાસાના ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર જણાવ્યું કે, અગાઉ રજૂઆત કરી હતી પરંતુ પરિણામ મળ્યું નથી. ફરી રજૂઆત કરી કાર્યવાહી કરાશેે.

X
ધનસુરા-મોડાસા વચ્ચેનો હિન્દુપુરા ટર્નિગં જીવલેણ બન્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App