Divya Bhaskar

Home » Uttar Gujarat » Aravalli » Modasa » મોડાસામાં પુસ્તક વાંચતી વૃદ્ધાના ગળામાંથી સોનાનાં દોરાની લૂંટ

મોડાસામાં પુસ્તક વાંચતી વૃદ્ધાના ગળામાંથી સોનાનાં દોરાની લૂંટ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:20 AM

વરંડાનો દરવાજો ખોલી તસ્કરો ધોળે દહાડે લૂંટને અંજામ આપી કાળા કલરની પલ્સર પર રફુચક્કર

  • મોડાસામાં પુસ્તક વાંચતી વૃદ્ધાના ગળામાંથી સોનાનાં દોરાની લૂંટ
    મોડાસાની નંદનવન સોસાયટીના મકાનમાં વરંડામાં પુસ્તકનું વાંચન કરી રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી ધોળે દહાડે તસ્કર ટોળકી વરંડાનો દરવાજો ખોલી દોરાની લૂંટ ચલાવીને કાળા રંગની પલ્સર પર રફુચક્કર થઇ જતાં મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    મોડાસાની નંદનવન સોસાયટીમાં રહેતા વયોવૃદ્ધ મહિલા સવિતાબેન ઉપાધ્યાય મકાનના વરંડામાં બેસીને પુસ્તક વાંચી રહ્યા હતા, તે દરમિયાન 5:15 કલાકે કોઇ અજાણ્યા બે શખ્સો કાળુ પલ્સર લઇને મકાનના દરવાજા પાસે આવી ગયા હતા. જ્યારે પલ્સની પાછળ બેઠેલો શખ્સ વરંડાનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરી વયોવૃદ્ધ સવિતાબેન કંઇ સમજે તે પહેલાં તેમની નજીક આવીને તેમના ગળામાંથી 25 ગ્રામ સોનાની પાટલી વાળો દોરો તોડીને ભાગી છૂટયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં મકાનમાંથી પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તસ્કરો લૂ઼ટને અંજામ આપીને ભાગી છૂટ્યા હતા.જેની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending