• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Modasa
  • ઉચાપત કેસમાં ફરાર આરોપી દોઢ વર્ષ બાદ મોડાસામાંથી ઝડપાયો

ઉચાપત કેસમાં ફરાર આરોપી દોઢ વર્ષ બાદ મોડાસામાંથી ઝડપાયો

અરવલ્લી પરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીને આધારે છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતના સમયથી સાઠંબા પોલીસ સ્ટેશનને થાપ આપતાં ઊંચા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
ઉચાપત કેસમાં ફરાર આરોપી દોઢ વર્ષ બાદ મોડાસામાંથી ઝડપાયો
અરવલ્લી પરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીને આધારે છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતના સમયથી સાઠંબા પોલીસ સ્ટેશનને થાપ આપતાં ઊંચા પદ કેસના આરોપીને મોડાસાની તત્વ ઇજનેરી કોલેજ પાસેથી દબોચી લીધો હતો.

પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.બ્રહ્મભટ્ટ તેમની ટીમને સાથે રાખીને પેટ્રોલીંગ કરતાં હતા. તે દરમિયાન સાઠંબા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જી.કે બારોટને બાતમી મળી હતી કે, મંડળીના ઉચાપત કેસનો આરોપી મોડસા કલેક્ટર કચેરી પાસે આવવાનો છે. તેવી માહિતિ મળતાં કે.ડી.બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે વોચ ગોઠવીને તત્વ ફાઉન્ડેશન પાસેથી 4:15 કલાકના સમયે ઉચાપત કેસના આરોપી આરોપી પટેલ મનહરભાઇ ડાહ્યાભાઇ (રહે.રામસીકંપા તા.બાયડ)ને દબોચી લીધો હતો. આરોપી ઝડપાયા બાદ તેને વધુ તપાસ અર્થે સાઠંબા પોલીસ સ્ટેશને સુપ્રત કરવા તજવીજ હાથ ધરાઇ હતી. ઉપરોક્ત શખ્સ વિરૂદ્ધ તા. 23 જાન્યુઆરી 2017ના રોજ સાઠંબા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. ત્યારથી આરોપી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો હતો.

X
ઉચાપત કેસમાં ફરાર આરોપી દોઢ વર્ષ બાદ મોડાસામાંથી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App