તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa 15મી ઓક્ટોબરથી છૂટો છવાયો વરસાદ થઇ શકે : હવામાન ખાતું

15મી ઓક્ટોબરથી છૂટો છવાયો વરસાદ થઇ શકે : હવામાન ખાતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ ડ્રિપ્રેશન સર્કલની વરસાદની સ્થિતિને લઇ ગુરૂવાર ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેને લઇ પારો આંશિક ગગડતા આકરી ગરમીથી પ્રજાને છુટકારો મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રની સિસ્ટમ યથાવત રહેશે તો આગામી 15 ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાતમાં છુટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોના મહત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીથી ઓછા ઘટાડા બાદ મહેસાણાનું 37.0 ડિગ્રી, પાટણનું 38.6, ડીસાનું 39.4 ડિગ્રી, ઇડરનું 37.0 ડિગ્રી અને મોડાસાનું 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેની સામે આ પાંચેય મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન 23.8 થી 25.0 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.

પંચ તંત્ર
ડોક્ટર સાહેબ, ભાગોમાં, મારે તો ફક્ત તબિયત જ બતાવવી છે.

અન્ય સમાચારો પણ છે...