તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Modasa દાવલીમાં કલેક્ટરનો રાત્રી રોકણ કાર્યક્રમમાં પ્રશ્નો નિકાલ કરાયો

દાવલીમાં કલેક્ટરનો રાત્રી રોકણ કાર્યક્રમમાં પ્રશ્નો નિકાલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ | મોડાસા તાલુકાના દાવલી ગ‌ૃપ ગ્રામ પંચાયતના નવા દાવલી ગામમાં 4 થી ઓકટોબરના રોજ કલેક્ટર નાગરાજનના રાત્રી રોકાણ કાર્યક્રમમાં દાવલી ગ્રુપ પંચાયત દ્વારા જનકલ્યાણના પ્રશ્નો અંગે રજૂૂૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યકમમાં દાવલી ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જયેશભાઇ ચૌધરી આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન પરમાર, ડે. સરપંચ વી એન પડવાળા તેમજ અગ્રણી રાજેન્દ્રસિંહ પુવારના વડપણ હેઠળ ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોના જનકલ્યાણના પ્રશ્નો અંર્તગત રજૂઆત કરવામા આવી હતી.જેમાં કવોરીથી થતા નુકશાનને અટકાવવા, આરસીસી રોડ બનાવવા, નવા પ્રાથમિક શાળાના જૂના અોરડાનુંં નવીન બાંધકામ કરવા તેમજ રોજગારલક્ષી પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવતાં જિલ્લા સમાહર્તાએ જનહિતના પાણી, જમીન ફી સર્વે રસ્તા, આરોગ્યને લગતા પચીસ જેટલા પ્રશ્નોના નિકાલ કરતાં લોકોમાં આનંદની લાગણી પ્રવર્તી હતી.ે

અન્ય સમાચારો પણ છે...