તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • હિંમનગરમાં ઝડપાયેલા બે શખ્સોએ મોડાસામાંથી ચેન સ્નેંચીગનું કબુલ્યું

હિંમનગરમાં ઝડપાયેલા બે શખ્સોએ મોડાસામાંથી ચેન સ્નેંચીગનું કબુલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર પોલીસ બે દિવસ અગાઉ શકના આધારે બેને ઝડપી પાડીને પૂછતાજ કરતાં આ શખ્સો ચેન સ્નેચર હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસ તપાસમાં બંને શખ્સોએ 10 દિવસ અગાઉ મોડાસામાંથી એક મહિલાના ગળામાંથી ચેન સ્નેચીંગ કરી હોવાનું કબુલતા બંનેને મોડાસામાં લવાયા હતા.

હિંમતગનરમાંથી ઝડપાયેલા આરોપીઓએ મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા ઉમિયા મંદિર પાસેથી 10 જૂને ચેન સ્નેચીંગ કર્યાનું કબુલતાં મોડાસા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે રાજસ્થાનના જશવંત અને હિંમતનગરના સુરેશ નામના આરોપીઓને પીએસઆઇ આર.આર.શર્મા ઉમિયા મંદિર વિસ્તારમાં લઇ ગયા હતા. જ્યાં તેઓએ સ્થળ ઓળખી બતાવ્યું હતુ. જોકે, ચેન સ્નેચીંગનો ગુનો જશવંત કરતો હતો અને ચેઇન અમદાવાદમાં વેચવાનું કામ સુરેશ કરતો હતો હોવાનું બહાર આવ્યુ હતુ. અરવલ્લી પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...