તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય દલિત મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | દિલ્હીના જંતર મંતર ખાતે ભારતીય સંવિધાન સળગાવવાનું કૃત્ય અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં જણાવવામાંં આવ્યુ હતું કે મનુવાદી તથા અસામાજિક તત્વો તેમજ રાષ્ટ્રદ્રોહી લોકો દ્વારા સરકારની અમીદ્રષ્ટિના ઇશારે ભારતીય સંવિધાન સળગાવવાનું ષડયંત્રકારી કાર્ય થયું છે જે નિંદનીય છે. બંધારણમાં નહિ માનનારા લોકોને આ દેશમાંથી હાંકી કાઢવા જોઇએ. ઇન્ડિયન સિટીઝનશિપ એક્ટ 1955ના આધારે સંવિધાનનો વિરોધ કરનાર લોકોનું નાગરિકત્વ ખતમ થવું જોઇએ અને આવા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...