અલ્ટો કારમાંથી રોકડ રકમ ભરેલી બેગ ચોરી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસઓજીએ6 વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી રહિમખાન રસુલખાન પઠાણને પોલીસે વોચ ગોઠવી મોડાસા રાણા સૈયદ રોડથી ઝડપી પાડ્યો હતો.

બનાવની વિગત અનુસાર પી.ડી.દરજી પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.નાઓની રાહબરી હેેઠળ એ.એસ.આઈ.બાલુસિંહ સોમસિંહ તથા એ.એસ.આઈ.મોહનસિંહ પુજેસિંહ તથા સ્ટાફ દ્વારા વોચ ગોઠવી છેલ્લા વર્ષથી નાસતા ફરતા આરોપી રહિમખાન રસુલખાન પઠાણ (રહે.મુળ કીડીયાદ તા.માલપુર હાલ રહે.મોડાસા, અલ્ફાનગર સોસાયટી વાળાએ અન્ય સહ આરોપી મળી 6 વર્ષ પહેલા હરીભાઈ ભાઈલાલભાઇ પટેલ રહે.મોતેસરીની અલ્ટ્રો કારમાં રાખેલા રોકડ રકમ રૂપિયા 15,50,000ની ભરેલી બેગની ચોરી કરી હતી. જે આરોપીને પોલીસે મોડાસા રાણા સૈયદ રોડ ઉપરથી રવિવારે 5 :00 વાગે ઝડપી પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...